Search This Website

Friday 21 October 2022

Gujarat Forest guard Recruitment 2022

Gujarat Forest guard Recruitment 2022


Gujarat Forest guard Recruitment 2022 : રાજયમાં વનરક્ષક-બીટગાર્ડ ભરતી 823 જગ્યા :  ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે. ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી ૨૦૨૨, ફોરેસ્ટ ભરતી ગુજરાત, Ojas Forest bharti 2022

Gujarat Forest guard Recruitment 2022

૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે
ગુજરાત રાજયમાં વન વિભાગના કાર્યક્ષેત્રમાં જુદા જુદા જિલ્લાઓમાં આવેલી કચેરીઓમાં વનરક્ષક સંવર્ગ-૩ની ૮૨૩ જગ્યા માટે સીધી ભરતીથી ભરતી કરવા સારૂં લાયકાત ધરાવતા મૂળ ગુજરાતી ઉમેદવારો પાસેથી ફકત ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. આ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છુટછાટ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે htps://ojas.gujarat.gov.in તથા https://forests.gujarat.gov.in પર જોવા વિનંતી છે. ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. જાહેરાતની બધી જ – સંપૂર્ણ વિગતો વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. રસ ધરાવતા ઉમેદવારો ઉપરોકત વેબસાઇટ પરથી વિગતો ડાઉનલોડ કરી શકશે અને ઉપરોકત વેબસાઇટ પર તાઃ ૦૧/૧૧/૨૦૧૨ના રોજ ૧૫.૦૦ કલાક) થી તા.૧૫/૧૧/૨૦રર (રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી) ઓનલાઇન અરજી કરી શકશે.

Gujarat Forest guard Recruitment 2022

ojas ફોરેસ્ટ ગાર્ડ ભરતી form

મંત્રીશ્રી એ ઉમેર્યું કે,વન વિભાગ હસ્તકની વનરક્ષક(બીટગાર્ડ)ની વર્ગ-૩ની કુલ–૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી કરાશે આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે.જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે.આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે.જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકશે.

forest guard bharti 2022

તેમણે ઉમેર્યું કે,ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શકય તેટલી જલદી પરિક્ષા

રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતી

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વનરક્ષકની કુલ-૩૩૪ જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ ૩૩૪ જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલ બીટગાર્ડ, વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તુરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો જે અનુસાર પરિક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે.આ ૩૩૪ જગ્યાઓ માંથી સફળ ઉમેદવારો -૨૮૩.જેમાં ૪૮ જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી ૭૭૫ જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ ૪૮ એમ મળી કુલ–૮૨૩ જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.

ફોરેસ્ટ ગાર્ડ ભરતીની વિગતવાર જાહેરાત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ફોરેસ્ટ ગાર્ડ ભરતી ન્યુઝઅહિં ક્લીક કરો
ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા ક્યારથી શરુ થશે?

તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે

No comments:

Post a Comment